Placeholder canvas

વાંકાનેરમાં હવામાનમાં પલટો:કયાક વરસાદ ક્યાંક છાંટા, ગાજવીજ અને પવન સર્વત્ર

વાંકાનેર આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોરે ખૂબ ગરમી સાથે બસ વરસાદ તૂટી પડશે તેવું લાગતું હતું તેની શરૂઆત સાંજે થઇ હતી.

આજે સાંજના લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ વાંકાનેરમાં વાતાવરણ એકદમ પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વાવર ચડી હતી, થોડા સમયમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો હતો. કોઈ જગ્યાએ કરા પણ પડયા હતા.

વાંકાનેર તાલુકામાં કયાક વધારે વરસાદ તો ક્યાંક છાંટા પરંતુ પવન અને ગાજવીજ તો સર્વત્ર હોવાની માહિતી મળી છે. અમને મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં દલડી-દિઘાલીયા વિસ્તારમાં વધુ વરસાદ પડયો છે અને દલડીમાં તો કરા પણ પડ્યાના સમાચાર મળી રહ્યા છે. સમઢીયાળા- મેસરીયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને સમઢીયાળામાં કરા પડ્યાના સમાચાર છે. જ્યારે પંચાસીયા વિસ્તારમાં પણ વરસાદ પડયો છે. વાંકાનેર શહેર આસપાસના વિસ્તારમાં ભારે છાંટા પડયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે સીંધાવદર કોણકોટ વિસ્તારમાં પણ છાંટા હોવાની માહિતી મળી છે. અને પીપળીયા-તીથવા વિસ્તારમાં ભારે ગાજ વીજ સાથે ઓછો વરસાદ પડયાની માહિતી મળી છે.

આ કમોસમી વરસાદના કારણે ખેતીમાં મોટું નુકસાન થવાની શક્યતાઓ છે, હાલમાં ડુંગળી, લસણ, રજકાનું બી, જાર વગેરે પાકો લેવાનો સમય હોવાથી ખેડૂતોને નુકસાની થશે. (Photo by mahir parasara -daldi)

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો