Placeholder canvas

લે આલે ! તંત્રની ભૂલના કારણે વાંકાનેરમાં થઈ ગયું એક દિવસનું ‘ધરાહાર’ લોકડાઉન !!

વાંકાનેર: આજે સવારમાં જ વાંકાનેરમાં પણ મીની લોકડાઉન લાગુ પડ્યાના સમાચારો વહેતા થયા, તેવામાં જ વાંકાનેર શહેર પીઆઇ રાઠોડ પોલીસ કાફલા સાથે શહેરમાં દુકાનો બંધ કરાવવા નીકળી ગયા ! જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની મોટાભાગની દુકાનો બંધ પણ થઈ ગઈ, સાંજના સમયે તો એક વર્ષ પૂર્વે લાગેલા લોકડાઉન જેવો શહેરનો માહોલ થઈ ગયો…

આ દરમિયાન અંદરોઅંદર ચર્ચા થવા લાગી હતી કે ગુજરાત સરકારે તો 29 શહેરોમાં જ મીની લોકડાઉનની વાત કરી ત્યારે આજે અચાનક તંત્રએ આ કેમ ફેરવીને તોડ્યું ? ખુદ કપ્તાનના તંત્રીએ વાંકાનેરના માર્કેટ ચોકમાં બંધ કરાવી રહેલા પોલીસ કર્મીને પૂછ્યું કે લોકડાઉન તો માત્ર મોરબી શહેર પૂરતું જ છે, શુ જિલ્લામાં પણ લાગુ થયું ત્યારે પોલીસ કર્મીએ જાહેરનામું પોતાના મોબાઈલમાં બતાવ્યું હતું અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે આ જાહેરનામું મોરબી જિલ્લાના સમગ્ર ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં લાગુ પડશે.

જોકે આ જાહેરનામુ અધિકારીઓ અને લોકોને ગોટે ચડાવે તેવું હતું, મીની લોકડાઉનના સમાચાર અપલોડ થયા બાદ એક જાગૃત નાગરિકે પીઆઇ રાઠોડ ને ફોન કરી ને પૂછ્યું હતું કે આ જાહેરનામું તો માત્ર મોરબી શહેર પૂરતું જ છે તો વાંકાનેરમાં દુકાનો કેમ બંધ કરાવવામાં આવે છે. ત્યારે પીઆઇ રાઠોડ એવો જવાબ આપ્યાની વાત સામે આવી રહી છે કે તો ખોલી નાખો !!

આમ વાંકાનેર શહેરમાં તંત્રની ભૂલના કારણે એક દિવસનું ‘ધરાહાર’ લોકડાઉન થઈ ગયું…!! આ એક દિવસમાં વાંકાનેરના વેપારને કેટલું નુકસાન થયું હશે ? એ માટે જવાબદાર કોણ? તેમની સામે શું કોઈ પગલાં લેવામાં આવશે ? આવી ચર્ચા લોકમુખે ચર્ચાઇ રહી છે.

જો કે જાહેરનામુ જોતા આ ભૂલ એ મોરબી કલેકટર કચેરીની ભૂલ દેખાય છે, જાહેરનામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ જાહેરનામુ મોરબી જિલ્લાના સમગ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારને લાગુ પડશે, જેથી વાંકાનેરનું વહીવટી તંત્ર અને પોલીસ શક્રિય થઇ હતી.

કાનમાં કહું…

આજે જાહેર થયેલ મીની લોકડાઉનના કારણે અને એક વર્ષ જૂના લોકોડાઉનના પોતાના અનુભવોના કારણે આજે સોપારી અને તમાકુની ભારે ગ્રાહકી નીકળી હતી…!!! અને કેટલાકના તો કાળા બજાર કરવાનાં સપનાં રોળાઈ ગયા…!!!

હવે કાલથી બધુ ખુલ્લું રહેશે

એક દિવસનું ધરાહાર લોકડાઉન પાડયા પછી એટલે કે આવતી કાલથી વાંકાનેરમાં બધું જ ખુલ્લું રહેશે… મતલબ કે વાંકાનેરમાં મીની લોકડાઉન લાગુ પડશે નહીં. એનો મતલબ એવો હરગીઝ ન કરશો કે આપણે હવે બિંદાસ થઈને રખડીએ કોરોનાથી બચવા માટે આપણે તમામે સહિયારો પ્રયાસ કરવો પડશે અને સાવચેતી રાખવી પડશે, તંત્ર અને સહયોગ કરવો પડશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

વાંકાનેર શહેરમાં મીની લોકડાઉનની અમલવારી કરાવતી પોલીસ…જુઓ વિડીયો…

આ સમાચારને શેર કરો