વાંકાનેર:આજે સાંજે સીંધાવદર કણકોટ વચ્ચે પડ્યો જોરદાર વરસાદ
વાંકાનેર આજે સાંજના ચાર થી છ વાગ્યાની વચ્ચે સીંધાવદર ખીજડીયા કલાવડી અને કણકોટ ગામ માં જોરદાર વરસાદ પડી ગયો છે.
મળેલી માહિતી મુજબ સાંજના ચાર થી છ વચ્ચે માત્ર બે કલાકમાં આ ચાર પાંચ ગામડાઓમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જોકે સિંધાવદર ગામ માં વરસાદ ઓછો છે સીંધાવદર સ્ટેશન પાસે વરસાદ ખૂબ ઓછો છે પરંતુ ગામમાં વરસાદ સારો પડ્યો છે. જ્યારે ખીજડીયા માં તો નદી-નાળામાં પાણી વહેવા લાગ્યા હતા જ્યારે કલાવડી અને કણકોટમાં પણ સારો વરસાદ પડયો હોવાના વાવડ મળી રહ્યા છે.
છેલ્લા કેટલાય સમયથી વરસાદની ખેંચ હતી ખેડુતો ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા હતા અને ઘણા બધા ખેડૂતો ખેતીમાં વાવેલા પાકને પાણી પાવાનું પણ શરૂ કરી દીધો હતો ત્યારે આ ચાર-પાંચ ગામડામાં આશરે બે ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશ થઈ ગયા છે.
જુવો વિડિયો…
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…