રાહતના સમાચાર: મોરબી જિલ્લામાં આજે 4 કેસ જ નોંધાયા, જામનગર લેબમાં મોકલાયેલા 2 દિવસના રિપોર્ટ પેન્ડિંગ !

મોરબી : મોરબી જિલ્લામાં આજે રાહતના સમાચાર સામે આવ્યા છે આજે કોરોનાના આખા દિવસમાં માત્ર 4 પોઝીટીવ કેસ જ નોંધાયા છે. જો કે જામનગરની લેબમાં મોકલવામાં આવેલા તા. 29 અને 30ના સેમ્પલના રિપોર્ટ હજુ આવ્યા નથી. આ ઉપરાંત આજે 15 દર્દીઓ સાજા થતા તેઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 341 કેસો નોંધાયા છે. 21 દર્દિના મોત થયા છે. 183 સાજા થયા છે. અને હાલ 137 એક્ટિવ છે.

આજે નોંધાયેલા કેસ તમામ કેસ મોરબી તાલુકાના છે. આજે જે દર્દી સાજા થઈ ગયા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, તેમાં મોરબીના 12, ટંકારાના 1 હળવદના 1 અને માળીયામાં એકમાત્ર કેસ નોંધાયો હતો તેમને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, હવે માળીયા તાલુકામાં હાલ એક પણ એક્ટિવ કેસ રહ્યો નથી.

આ સમાચારને શેર કરો