Placeholder canvas

નવમાં નોરતામાં હજુ એક માવઠાની શકયતા.! -કિશોરભાઈ ભાડજા

ટંકારા: નવમાં નોરતામાં હજુ એક માવઠાની શકયતા છે, નૈઋય ચોમાસા એ વિદાય લઈ લીધી છે અને ધૂમસ આવે છે તો આ નિશાની શું કહેવાય ખગોળ શાસ્ત્ર એ એક વિજ્ઞાન છે અને કુદરતી પ્રકિયા ઓ સાથે જોડાયેલી હોય છે આ એક નવી પદ્ધતિ છે ખગોળ શાસ્ત્ર મા ચાલીસ 40 પદ્ધતિ છે તેમાંથી એક પદ્ધતિ મુકુ છુ કોઈ પણ વર્ષ ( સાલ) મા ભાદરવા મહીનાથી નવ નોરતા સુધીનમાં જે દિવસે ધૂમસ આવે તે દિવસ થી ત્રણ દિવસ સુધી ધૂમસ આવે તો તે પહેલા દિવસથી ગણીને એકવીસમા દિવસે માવઠા રૂપી વરસાદ થાય છે વરસાદ કેવો થાઈ તે હવામાન ઉપર આધાર છે

ગત તારીખ 2:10:2023 ના દિવસથી ધૂમસ ચાર થી પાંચ દિવસ સુધી ધૂમસ આવેલ એ મુજબ બે + એકવીસ બરાબર તેવીસ થાય તો 23:10:2023 થી માવઠુ થાય એટલે કે નવમા નોરતામાં હવામાનમાં બદલાવ આવશે. આ( પદ્ધતિ ) આગાહી મારા 30 વર્ષ ના અનુભવ ઉપરથી કરવામાં આવી છે. કેયડા મા ચૈત્ર મહિનામા ફાલફૂલ આવે છે તો આ સાલ ભાદરવા મહિનામા અત્યારે કેમ ફાલ ફૂલ દેખાઈ છે તો તેની માહિતી આવતા ભાગમા આપશુ પ્રશ્ર્ન તમારી સામે મુક્યો છે જવાબ આપ ખુદ આપશો આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેના ઉપરથી તારણો અને સંભાવના દર્શાવી શકાઈ છે બાકી બધું કુદરતી છે. આ અનુમાન છે. કિશોરભાઈ ભાડજા ગામ નેસડા (ખાનપર) તા ટંકાર જી મોરબી મો ન. ૯૫૮૬૫૯૦૬૦૧

આ સમાચારને શેર કરો