Placeholder canvas

વાંકાનેર: પાડોશમાં અનુસૂચિત જાતિના લોકો રહેતા હોવાનું ન ગમતા હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરાયા.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાડી વિસ્તારમાં પાડોશમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજનો પરિવાર ગમતો ન હોય પાડોશી શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરી આ પરિવારને જાતિ પ્રત્યે અપમાનિત કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ પાસે વાડી વિસ્તારમાં રહેતા ભરતકુમાર ઉર્ફે ભાવેશભાઇ મંગાભાઇ વાળા નામના યુવાને પાડોશમાં રહેતા ભીખુભાઇ દળુભાઇ ખાચર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓની બાજુમાં જ રહેતા આરોપી ભીખુભાઇ દળુભાઇ ખાચરને પોતે અનુસૂચિત જાતિ સમાજના હોવાથી બાજુમાં રહીએ તે ગમતું ન હોય આ બાબતનો ખાર રાખી લોખંડના પાઇપ વડે હુમલો કરી કપાળ, હાથમાં તેમજ પગમાં ઈજાઓ પહોંચાડી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો