મોરબી જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ : વાંકાનેરમાં 1થી3 ઇંચ ખાબક્યો
મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે સાંજના સાડાસાત વાગ્યાની આસપાસ ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા અચાનક જ તૂટી પડ્યા હતા.
મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ અને માળિયામાં આજે સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા આ વરસાદે અનેક સ્થળોએ નુકસાન પણ સર્જ્યું હતું. કેટલીક જગ્યાએ ઝાડવા અને વીજપોલ ધરાશયી થયા તો કયાંક પતરા ઉડાડ્યા છે.
વાંકાનેર: આજે વાંકાનેરમાં સાંજના 7:30 વાગ્યે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હત્તો. તાલુકાભરમાં વધત ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યાના વાવળ છે.તાલુકામાં 1થી3 ઇંચ વરસાદ પડ્યાના સમાચાર છે. નુક્શાની કોઇ ખબર નથી.