વાંકાનેર: પંચાસીયામાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં રહેતા એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.
પંચાસીયા ગામમાં રહેતા 30 વર્ષીય મનિષભાઇ પ્રેમજીભાઇ ચૈાહાણએ તા. 5ના રોજ પોતાના ઘરે કોઇ કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો. આથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.