મોરબી જીલ્લામાં બુધવારે કોરોનાના વધુ ૨૮ કેસ નોંધાયા: 2ના મોત
મોરબી જીલ્લામાં બુધવારે કોરોનાના વધુ ૨૮ કેસ નોંધાયા છે જેમાં મોરબી, હળવદના વાંકાનેરમાં નવા ૨૮ કેસો સામે આવ્યા છે તો વધુ સાત દર્દીઓ સ્વસ્થ થયા છે તો એક દર્દીનું મોત થયું છે.
મોરબી જીલ્લામાં નવા કેસોમાં મોરબીના ઋષભનગરના ૪૧ વર્ષના પુરુષ, કૃષ્ણ એપાર્ટમેન્ટના ૫૯ વર્ષના મહીલા, રામેશ્વર સોસાયટીના ૪૮ વર્ષના પુરુષ, રવાપર રોડ રઘુવીર સોસાયટીના ૬૦ વર્ષના પુરુષ, ઋષભનગરના ૪૯ વર્ષના મહિલા, ઉમા ટાઉનશીપના ૬૧ વર્ષના મહિલા, હળવદના ૫૪ વર્ષના પુરુષ, વાંકાનેરના ૫૯ વર્ષના મહિલા, વાંકાનેરના વિવેકાનંદ સોસાયટીના ૦૭ વર્ષના બાળક, મોરબીના રેવા ટાઉનશીપના ૩૬ વર્ષના મહિલા, મોરબી-2 વૃંદાવન પાર્ક ૭૮ પુરુષ, સન હાઈટ્સ એપાર્ટમેન્ટ ૪૮ પુરુષ, જુના મહાજન ચોકના ૬૨ વર્ષના મહિલા, વાવડી રોડ ગાયત્રી પાર્કના ૪૩ પુરુષ, લોહાણાપરાના ૪૫ વર્ષના મહિલા અને ૪૫ વર્ષના પુરુષ, એવન્યુ પાર્કના ૩૦ વર્ષના પુરુષ, રવાપર રોડ બોની પાર્કના ૪૭ વર્ષના મહિલા, મંગલભુવન નાગર પ્લોટના ૨૮ વર્ષના મહિલા, ૫૮ વર્ષના મહિલા, રવાપર રોડ માધવ પાર્કના ૫૭ વર્ષના પુરુષ, રામેશ્વર સોસાયટીના ૪૫ વર્ષના મહિલા, ૨૫ વર્ષના પુરુષ, વાઘપરા શેરી નં ૧૨ માં પાંચ કેસો જેમાં ૪૨ વર્ષના મહિલા, ૪૭ વર્ષના પુરુષ, ૬૮ વર્ષના મહિલા, ૨૧ વર્ષની મહિલા અને ૩૬ વર્ષની મહિલાના કેસ પોઝીટીવ આવ્યા છે.
તો આજે વધુ સાત દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજ આપવામાં આવી છે. જ્યારે મોરબીના શક્તિ પ્લોટના ૬૬ વર્ષના પુરુષનો રીપોર્ટ તા ૨૮-૦૭ ના રોજ પોઝીટીવ આવ્યો હતો જેનું મૃત્યુ થયું છે તથા વાંકાનેરમાં મોમીન શેરીમાં રહેતા ૬૧ વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ ગત તારીખ ૧લી ઓગસ્ટના રોજ પોઝિટિવ આવ્યો હતો જેનું આજે મૃત્યુ થયું છે.
આજના નવા ૨૮ કેસો સાથે કુલ કેસનો આંક ૪૧૮ થયો છે જેમાં ૧૪૩ એક્ટીવ કેસ, ૨૪૩ દર્દીઓ સ્વસ્થ થયા છે તો કુલ ૩3 દર્દીના મોત થયા છે.