માળિયા પંથકમાં વરસાદ, મોરબી,વાંકાનેરમાં છાંટા
હવામાન ખાતાની આગાહી મુજબ ગતરાત્રે મોરબી જિલ્લામાં ક્યાંક વરસાદ તો ક્યાંક છાંટાનું આગમન થયું છે. આ લખાય છે ત્યારે પણ છાંટા ચાલુ છે.
ગતરાત્રે મોરબી જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો હતો અને માળિયા પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો હતો માળિયા પંથકમાં રીમઝીમ રીમઝીમ વરસાદ પડ્યો છે. જ્યારે મોરબી અને વાંકાનેર પંથકમાં છાંટા ચાલુ થયા હતા તે વહેલી સવાર સુધી ચાલુ રહ્યા છે. વાંકાનેર પંથકમાં વહેલી સવારે સારી એવી ધુમસ પણ આવી હતી.
આ વરસાદ અને વરસાદી છાંટાથી ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયો છે, જીરાના પાકને આ છાંટા કે વરસાદથી નુકસાન થઈ શકે છે તેમજ અન્ય પાકોમાં પણ ઉત્પાદન પર અસર થઈ શકે છે. આમ માવઠું ખેડૂતો માટે એક મુસીબત સમાન છે.
જો આપ ન્યુઝ, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….
કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો… https://facebook.com/kaptaannews
ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…