ચોટીલા-થાન રોડ ઉપર ફરી પિસ્તોલની અણીએ 79 લાખની આંગડિયા લૂંટ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. નાની અમથી વાતમાં હત્યા થઈ રહી છે ફાયરિંગ થઈ રહ્યા છે ચોરી લૂંટફાટ સહિતના બનાવો જિલ્લામાં વધી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 21 દિવસમાં ત્રણ લૂંટના બનાવો સામે આવ્યા છે જેમાં બે લૂંટના બનાવો ચોટીલા હાઈવે ઉપર જ બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે, આ મામલે અનેક વખત રજુઆત થઈ છે પરંતુ તે બાબતે કોઈપણ જાતની તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી નથી.

છેલ્લા એકાદ માસથી સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે ચોરી લૂંટફાટ મારામારી હત્યા ફાયરિંગના બનાવો આચરી રહ્યા છે કેવા સંજોગોમાં પોલીસ કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે છેલ્લા 21 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ લૂંટના બનાવ સામે આવ્યા છે જેનો એક પણ આરોપી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ હજુ સુધી ઝડપી શકી નથી તેવા સંજોગોમાં ચોટીલા થાન રોડ ઉપર બેસ્ટ આંગડિયા પેઢીના માલિક ને પિસ્તોલની અણીએ લૂંટી લેવામાં આવ્યો છે.

મળતી વિગત અનુસાર મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના થાન ચોટીલા રોડ ઉપર આવેલ બેસ્ટ આંગડિયા પેઢીના માલિક ગીરીશભાઈ પૂજારાને લૂંટી લેવામાં આવ્યા છે અને 79 લાખ ની ચાર શખ્સો દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે તેને આ મામલે પોલીસને જાણ થતા તાત્કાલીક અને ડીવાયએસપી અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને આ મામલે આગળની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો