કૃષિગુજરાત

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની શક્યતા


ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ ક્યારે બેસશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેવામાં હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે.

સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ બેસી જાય છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 5 દિવસમાં ડાંગ, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

આ સમાચારને શેર કરો