Placeholder canvas

ટંકારા તાલુકા કક્ષાની કવિઝ સ્પર્ધામાં સજનપર પ્રા.શાળાના વિધાર્થીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો

સમગ્ર ટંકારા તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાની કવિઝમાં પ્રથમ ક્રમે વિજેતા થઈને રૂ. 5000 નું પ્રથમ ઇનામ મેળવ્યું છે.

ટંકારા: તા. 21 જૂન 2023 ના રોજ BRC ભવન ટંકારા ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ટંકારા તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નાણાકીય સાક્ષરતા’ વિષય પર તાલુકા કક્ષાની કવિઝનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ટંકારા તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો ભાગ લીધો હતી, જેમાં શ્રી સજનપર પ્રા. શાળા બાળકો (૧) ગોરીયા જયદીપ ધીરજલાલ (૨) રાણીપા ગર્વ જયંતીભાઈ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. હવે આ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ટંકારા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

આ તકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે ડામોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ બાળકોને અભિનંદન આપ્યા હતા.. આ બાળકોને કવિઝની શાળા કક્ષાએ તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા દેત્રોજા ભારતીબેન અને નંબર મેળવેલ બંને વિદ્યાર્થીઓને સમગ્ર સ્ટાફ અને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચારને શેર કરો