Placeholder canvas

ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે હજુ 5દિવસ વરસાદ પડવાની આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ભારે બફારાની વચ્ચે ફરી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ગાજવીજ સાથે માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને વિજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે અમદાવાદ સહિતના શહેરોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાના હવામાન ખાતાના સંકેતો છે.

હવામાન વિભાગ દ્વારા તારીખ 27, 28, 29, 30 એપ્રિલ અને 01 મે એમ 5 દિવસ માટે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આજરોજ રાજ્યના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, મોરબી, દેવભૂમિ-દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો