Placeholder canvas

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી…

ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી છે. જેમાં મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

સુરત, તાપી, ડાંગમાં પણ વરસાદની શક્યતા સાથે સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. 11 સપ્ટેમ્બરે પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

જ્યારે12 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની સંભાવના છે. સાથે 13 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ 14 સપ્ટેમ્બરે સુરત, નવસારી, નર્મદા, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 15 સપ્ટેમ્બરે સુરત, નવસારી, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, ભાનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ સમાચારને શેર કરો