Placeholder canvas

આખરે આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડને મળશે પ્રમુખ, ઉપપ્રમુખ…!!

વાંકાનેર : આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પછી થયેલી કોર્ટ મેટરના કારણે આજે ઘણા સમય બાદ વાંકાનેર માર્કેટિંગ યાર્ડને મળશે પ્રમુખ ઉપપ્રમુખ…..

આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા બરાબર બપોરે 12 ના ટકોરે શરૂ થશે. આ ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે સુરેન્દ્રનગરના ડી.આર.ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરાવશે. બપોરના 12 વાગ્યે પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ ભરાશે અને જો એક કરતાં વધુ ફોર્મ ભરાય તો ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

હાલની પરિસ્થિતિ જોતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ પાસે બહુમતી સભ્ય સંખ્યા છે એ જોતા કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ બનશે અને વધુ એક વખત વાકાનેર માર્કેટિંગ યાર્ડ પર કોંગ્રેસ સતારૂઢ થશે. ત્યારે ભાજપ પાસે ચૂંટાયેલા ચાર સભ્યો ઉપરાંત વેપારી પેનલમાંથી કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા એક સભ્ય અને જો સરકારી પ્રતિનિધિઓ ભાજપ તરફી રહે તો પણ ભાજપ પાસે બે સભ્યો ઓછા છે. આમ હાલમાં કોંગ્રેસ પાસે 10 અને ભાજપ પાસે સરકારી પ્રતિનિધિઓ સહિત 8 સભ્યો છે,જેથી વર્તમાન સ્થિતિએ કહીએ તો વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પર કોંગ્રેસ ફરી એકવાર કબજો જમાવશે….. પરંતુ આ તો રાજકારણ છે છેલ્લી ઘડી સુધી કહી ન શકાય ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે જેથી હવે તો બસ માત્ર બે-ત્રણ કલાકની જ વાર છે તો ઇન્તજાર કરી લઈએ….

આ સમાચારને શેર કરો