Placeholder canvas

વરસાદનું આગમન: આગામી 12 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ રિસમણાં લીધા છે. જોકે,ગઈકાલે વહેલી સવારથી ફરીથી મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગમન કર્યું છે. નવસારી, ડાંગ, ગોધરા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિમંતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ સમાચારને શેર કરો