Placeholder canvas

રાજ્યભરમાં ફરી મેઘરાજાની એન્ટ્રી : આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે.ગઈકાલે સમી‌ સાંજે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. સુરતમાં ગઈ કાલથી વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સિદ્ધપુરમાં ભારે પવન સાથે મેઘરાજાએ રીએન્ટ્રી મારી હતી. તો બીજી તરફ સવારથી ડાંગ જિલ્લાના લગભગ ત્રણેય તાલુકાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. તેમજ નડિયાદ, લુણાવાડામાં પણ વરસાદ વરસ્યો હતો. જ્યારે પાલનપુરના ફતેપુર ગામે વીજળી પડવાથી દાદા-પૌત્ર અને એક ગાયનું મોત નિપજ્યું હતું.

હવામાન વિભાગએ વરસાદને લઈ ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. જો કે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો