skip to content

રાજકોટમાં જન્માષ્ટમીના ફ્લોટ્સમાં ડેકોરેશન કરતો યુવાન અચાનક ઢળી પડ્યો…

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારને લઇ ફ્લોટ્સમાં ડેકોરેશન કરતો યુવાન અચાનક ઢળી પળ્યો, સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું છે.

હાર્ટએટેકની વધુ એક ઘટનામાં યુવાનનું મોત થયાનું સામે આવ્યું છે. શહેરના જુના માર્કેટીંગ યાર્ડ પાસે હુડકો ક્વાર્ટર નજીક વીર હનુમાન ચોકમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારી કરી રહેલો યુવાન જતીન ખોડાભાઈ સરવૈયા (ઉં.વ.25)ને એકાએક હાર્ટએટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાન મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર વાલ્વમેન તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.

આ સમાચારને શેર કરો