મોરબી: ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં વાંકાનેરની બે કૃતિ રાજ્યકક્ષાએ જશે.

મોરબી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત ડો. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2019-20 ચાલી રહ્યું છે. જેમાં તાલુકા કક્ષાએથી પસંદ થયેલી કૃતિઓ જિલ્લાકક્ષાએ લઈ જવામાં આવી હતી. આ જિલ્લા કક્ષાનું પ્રદર્શન પૂર્ણ થયું જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી વાંકાનેર તાલુકાની બે કૃતિઓ રાજ્ય કક્ષાએ પસંદ થઈ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ડો. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં બે વિભાગો હોય છે એક પ્રાથમિક વિભાગ અને બીજો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ જે અનુસાર પ્રાથમિક વિભાગનામાં જિલ્લાકક્ષાએથી વાંકાનેર તાલુકાની કોઈ કૃતિ પસંદ થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક વિભાગમાં મોરબી જિલ્લાનો માત્ર વાંકાનેર તાલુકો એક જ એવો છે જેમની કોઈ કૃતિ રાજ્ય કક્ષાએ પસંદ થઇ નથી જ્યારે અન્ય તાલુકાની કૃતિઓ પસંદ થયેલ છે આમ પ્રાથમિક વિભાગનું વાંકાનેર તાલુકાનું નબળું પ્રદર્શન રહ્યું છે.

પ્રાથમિક વિભાગમાં નબળા પ્રદર્શન પછી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં વાંકાનેર તાલુકાનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં વાંકાનેર તાલુકામાં થી બે કૃતિઓ પસંદ થઈ છે 1, તીથવા જી.પી.હાઇસ્કુલની કૃતિ અને 2, પંચાસીયા હાઇસ્કુલની કૃતિ પસંદ થઈ છે.

તીથવાની જે.પી હાઈસ્કૂલની કૃતિ ‘ટકાઉ કૃષી માટેના પડકારો’ આ કૃતિ શિક્ષક ગોપાણી ભરતભાઈના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ બાદી રુહીન અને ચારોલીયા મહેર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જ્યારે પંચાસીયા હાઇસ્કુલમાંથી આવેલ કૃતિ ‘ઓટોમેટીક વોટર પંપ’ આ કુરતી શિક્ષક આઈ.એ.ખોરજીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ સુજાન માથકિયા અને ચેતના પારડીયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ બન્ને કૃતિઓ જિલ્લા કક્ષાએથી પસંદ થઈને હવે પછી રાજ્યકક્ષાએ ભાગ લેશે.

આ બંને સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓને વાંકાનેર નું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન…

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો