Placeholder canvas

જાહેર હીત: ડીજેના ઘોંઘાટીયા અવાજ સામે હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી…

અમદાવાદ : લગ્નપ્રસંગ તથા સામાજિક કાર્યક્રમોમાં ડીજેના વધતા ટ્રેન્ડનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ડીજેના ઘોંઘાટીયા અવાજથી ધ્વનિ પ્રદુષણ સર્જાય છે અને નિર્ધારિત માપદંડથી વધુ અવાજ થતો હોવાથી ઘરો તથા વાહનોમાં ધ્રુજારી સર્જતી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી થઇ છે.અદાલતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા રાજ્ય સરકારને નોટીસ ફટકારી છે.

હાઈકોર્ટમાં જાહેર હીતની અરજીમાં એમ કહેવાયું છે કે ડીજેના ઘોંઘાટીયા અવાજથી ધ્વનિ પ્રદુષણને કારણે વૃધ્ધોના શારીરિક આરોગ્ય પર અસર થાય છે ઉપરાંત હૃદય તથા કાન પણ પ્રભાવિત થાય છે. ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીની બેંચે આ મામલે પ્રદુષણ બોર્ડ તથા સરકારને નોટીસ ફટકારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોટા લાઉડ સ્પીકર જેવા ઉપકરણોમાં 75 ડેસીબલ તથા શાંત વિસ્તારોમાં 50 ડેસીબલથી વધુનો અવાજ થઇ શકતો નથી અને પ્રતિબંધ લાગુ પડે છે.

આ સમાચારને શેર કરો