Placeholder canvas

પ્રકુતી સોળે કળાએ ખીલી ઉઠી: ધરતી માતાએ લીલુડી ચુંદડી ઓઢી હોય એવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા.

ઓણુકુ વરહ બિપોરજોય વાવાઝોડાને પગલે ટંકારા પંથકમાં પડેલા વરસાદને કારણે વહેલી વાવણી થઈ ગઈ હોય અને અષાઢી માહોલ પણ જામતા ખેતરો ખડયાણ નદી નાળા વુક્ષો સહિતનું કુદરતીપણું સોળે કળાએ ખીલી ઉઠી આંખોને ઠંડક આપે એવા દ્રશ્યો જોવા મળે છે.

ખેતરોમા લહેરાઈ રહેલ પાક ધરતી માતાએ લીલુડી ચુંદડી ઓઢી લીધી હોય એવુ લાગે છે તો પંખી પારેવડા પોતાના આશિયાના અદ્ભુત કારીગરીથી તૈયાર કરી રહેવા લાગ્યા છે. નદી નાળામાં નવા નિરની આવક થતા માટીની ખુશ્બુ સાથે હવામાનમાં ઠંડક રેલાઈ રહી છે.

આ સમાચારને શેર કરો