Placeholder canvas

વાંકાનેર: ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરનાર પી.કે.પીઠડીયા સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ.

વાંકાનેર: જૂનાગઢના ભારતી આશ્રમના ઇન્દ્રભારતી બાપુ વિરોધ કોઈપણ આધાર પુરાવા વગર બેફામ વાણી વિલાસ કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામમાં અને બીજા અન્ય સોશિયલ મીડિયામાં અપલોડ કરી ઇન્દ્રભારતી બાપુના અનુયાયીઓને લાગણીને ઠેસ પહોંચાડનાર પ્રકાશ પીઠડીયા (પીકે પીઠડીયા) વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવાની માંગ કરતું આજે વાંકાનેર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે… જુનાગઢ માં અનેક સંતો મહંતો છે આ સંતમહંત મંડળના અધ્યક્ષ એવા ઇન્દ્રભારતી બાપુ તેઓ જૂનાગઢમાં ભારતી આશ્રમ ચલાવે છે. તાજેતરમાં અમદાવાદના સારંગપુરમાં હનુમાનજીના ભીતચિત્ર બાબતે સનાતન ધર્મ અને સ્વામિનારાયણઆ સંતો વચ્ચે વાદવિવાદ થતા કેટલાક લોકોએ વાણી વિલાસ શરૂ કરેલ છે. પ્રકાશ પીઠડીયા એ કોઈપણ આધાર પુરાવા વગર વાણીવિલાસ કરતો વિડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં અપલોડ કરીને ઇન્દ્રભારતી બાપુના લાખો અનુયાયીઓ અને સનાતનનીઓની લાગણી દુભાવેલ છે. અને ઇન્દ્રભારતી બાપુની પ્રતિષ્ઠાને હાની પહોંચાડેલ છે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરતું આવેદનપત્ર આજે વાંકાનેર મામલતદારને અમિત ભટ્ટ,દુષ્યંત ઠાકર, કિશોરસિંહ ઝાલા, મહોબતસિંહ ઝાલા, પ્રિયંક રાવલ વિગેરેઓએ આવેદનપત્ર આપીને પ્રકાશ પીઠડીયા વિરોધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે

આ સમાચારને શેર કરો