Placeholder canvas

રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ગુજરાતની પ્રથમ સરકારી કેથલેબનો પ્રારંભ

રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ગુજરાતની સૌપ્રથમ કેથલેબનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ થયા બાદ આજથી આ કેથલેબની કામગીરી શરૂ કરવામાં આવી. જ્યાં પ્રથમ દિવસે 7 દર્દીઓની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. એક દર્દીને 90% બ્લોકેજ આજે તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવશે.

તાજેતરમાં મુખ્યમંત્રીનાં હસ્તે ગુજરાતની સરકારી હોસ્પિટલની સૌપ્રથમ રાજકોટની કેથલેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આજે પ્રથમ દિવસે કુલ 10 દર્દીની એન્જીયોગ્રાફી કરવામાં આવનાર હતી. આ પૈકી સાત દર્દીઓની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. આ પૈકી પ્રથમ દર્દીને 90% બ્લોકેજ આવતા આવતીકાલે જ તેની એન્જીયોપ્લાષ્ટિ પણ કરવામાં આવનાર છે. આ તકે નિષ્ણાંત તબીબો હાજર રહેશે. સિવિલ હોસ્પિટલમાં આ તમામ સારવાર તદ્દન ફ્રી આપવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો