skip to content

વાંકાનેર: આગામી બુધવારે સવારે ૯ થી સાંજના ૭ સુધી વીજ પુરવઠો બંધ રહેશે

આગામી બુધવારે આખો દિવસ ગરમીથી બફાવા તૈયાર રહેજો અને તમારા મોબાઈલ માટે પાવર બેંક ચાર્જ કરી લેજો કેમકે આ દિવસે પાવર વગરનો કપરો સમય આવવાનો છે.…!!!

વાંકાનેર: કાર્યપાલક ઇજનેર પ્રવહન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી તારીખ 25/9/2019 અને બુધવારના રોજ સવારે ૯ થી સાંજના ૭ દરમિયાન વીજ પુરવઠો મળશે નહીં અને જો કામ વહેલું પૂરું થઈ જશે તો કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

આગામી બુધવારે ૧૩૨ કેવી વાંકાનેર તથા 66કેવી પંચાસર, જડેશ્વર, હડમતીયા, જાલીડા, સતાપર, ઠીકરીયાળી, રાજપરા, ચોટીલા, બામણબોર, રામપરા બેટી, અમરસર, પીપળીયારાજ, સીંધાવદર, કણકોટ, સૂર્યા રામપરા, દલડી, થાન, થાન-2 (અભેપર) સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી ના તમામ ફીડરો બંધ રહેશે અને જો શક્ય હશે તો 11 કેવી જ્યોતિગ્રામ અને સિટી ફીડર ને પાવર આપવામાં આવશે.

આ ઉપરાંત ૧૩૨ કેવી વઘાસિયા તથા 66કેવી મહીકા, લિંબાળા, સબસ્ટેશનમાંથી નીકળતા 11 કેવી ના તમામ ફીડરો બંધ રહેશે અને ક્યુટોન વઘાસિયા, ઉત્કર્ષ બામણબોર, સૌની યોજના ઘિયાવડના 66 કેવીનો પણ પાવર બંધ રહેશે.

આં આગામી બુધવારે આખો દિવસ ગરમીથી બફાવા તૈયાર રહેજો અને તમારા મોબાઈલ માટે પાવર બેંક ચાર્જ કરી લેજો કેમકે આ દિવસે પાવર વગરનો કપરો સમય આવવાનો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો