લોકગાયક ક્ષેત્રે ઝાલાવાડનો ઉભરતો યુવા કલાકાર હિતેશ બારોટ

સંતવાણી ભજન લોકગીત ના સ્ટેજ કાર્યક્રમ બાદ સૌ પ્રથમ વખત નવરાત્રી ગીત ભેળે રે જે અંબે માડી ગીતે લોકોને ધેલું લગાડયુ

સુરેન્દ્રનગર જીલ્લા મા નામી અનામી કલાકારો સંતવાણી ભજન લોકગીત સહિત સંગીત ક્ષેત્રે નામના મેળવી છે ત્યારે સાયલા ગામે રહેતા સામાન્ય પરિ વાર માથી આવતાં નાનપણથી જ સંગીત પ્રત્યે અનોખી ચાહના ધરાવતા હિતેશ બારોટ લોકગીત સંતવાણી ભજન ડાયરા ના સ્ટેજ પ્રોગ્રામ થકી ટુંકા ગાળામાં સંગીત પ્રેમીઓમા લોકચાહના મેળવનારા હિતેશ બારોટે મિત્રોના સહકાર વડે પોતાની રચનાનુ નવરાત્રી પર્વ નિમિત્તે ભેળે રે જે અંબે માડી ગીત ભકિત સભર ભાવ થકી ગાયેલ ગીતયુ ટ્યુબ પર અપલોડ થતા લોકોને ધેલું લગાડયુ હતું.

સ્નેહીજનો આપ્તજનો અને સંગીત પ્રિય પ્રેમીઓએ અભિનંદન ની ઝડીઓ વરસાવી હતી સામાન્ય પરિવારમાંથી આવતા સંગીત ક્ષેત્રે ઉભરતા યુવા કલાકારોને પ્રોત્સાહન સાથે યોગ્ય માર્ગદર્શન આપવામા આવે તો લોક ગાયકી ક્ષેત્રમાં કાઠું કાઢી શકે તેમ છે.

આ સમાચારને શેર કરો