વાંકાનેર: જડેશ્વર પાસેના મલ્હારી તળાવમાં જસદણના આધેડ નાહવા પડતા ડુબી જતા મોત

વાંકાનેર: જડેશ્વર પાસેના મલ્હારી તળાવમાં આજે સવારે મૂળ જસદણના અને પાલનપીર જતા મૂળજીભાઈ પુંજાભાઈ પરમાર જેવો જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે રહે છે. તેવો આ તળાવમાં નાહવા પડતા ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.



મળતી માહિતી મુજબ જ્યારે મૂળજીભાઈ તળાવના પાણીમાં ડૂબી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા મુકેશભાઈ હંસરાજભાઈ અને રસિકભાઈ હંસરાજભાઈ બંને ભાઈઓ આ ડૂબતા વ્યક્તિને બચાવવાની કોશિશ કરી પરંતુ તેઓ ત્યાં પહોંચે અને બચાવે ત્યાર પહેલા મૂળજીભાઈ નું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. તેમનું મૃત શરીર બહાર કાઢયું હતું એટલા માં જ ત્યાં રોડ ઉપર લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.

આ ઘટનાની કોઈએ ટંકારા પોલીસને જાણ કરી હતી જેથી ટંકારા પોલીસ મથકેથી ફિરોઝખાન પઠાણ, ઇન્દુભા, જગદીશભાઈ, શૈલેષભાઈ દોડી ગયા હતા પરંતુ ઘટના સ્થળે પહોંચતા માલૂમ પડયું કે આ ઘટના વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આવતી હોય વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ ત્યાં પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
By jayesh bhatadaniya
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…