વાંકાનેર: અપસરા શેરીના 71 વર્ષિય વૃધ્ધનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

વાંકાનેર: આજે વાંકાનેર શહેરની અપસરા શેરીમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 17 થઈ ગઈ છે.

મળેલી માહિતી મુજબ આજે વાંકાનેરની અપસરા શરીરમાં એક ૭૧ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તેઓ રાજકોટની સિનરજી હોસ્પિટલમાં દાખલ છે અને તેમનું સેમ્પલ અમદાવાદની પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું જે આજે પોઝિટિવ આવેલ છે.

મળેલી માહિતી મુજબ આ વૃદ્ધનિ કોઈ ટ્રાવેલ કે કોન્ટેક હિસ્ટ્રી જાણવા મળેલ નથી. આ કેસની માહિતી મળતાં આરોગ્ય, નગરપાલિકા, પોલીસ અને વહીવટી તંત્ર પહોંચી ગયું હતું અને કન્ટેન્મેન્ટ ઝોન તેમ જ બફરઝોન માટે કામગીરી હાથ ધરી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો