દો બુંદ જિંદગી કે: આજે પોલીયો રવિવાર, તમારા બાળકને પોલિયોના ટીપા અચૂક પીવડાવજો

દો બુંદ જિંદગી કે આજે પોલીયો રવિવાર છે તમારા બાળકને પોલિયોના ટીપા અચુક પીવડાવજો…

શહેર કે ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી અથવા તો પોલિયો બુથ ખાતે આજે પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોને પોલિયોના ટીપા પીવડાની કામગીરી થશે જેમાં આશાવર્કર બહેનો તમારા ઘરે પોલિયોના ટીપા પીવડાવવામાં આવવાનું કહી ગયા હશે અથવા હવે કહેવા આવશે. આપણા રોજીંદા કામકાજ છોડીને આજે તમારા બાળકના સારા ભવિષ્ય માટે થોડો સમય કાઢીને પોલિયોના ટીપા પીવડાવવામાં માટે બુથ પર અચૂક લઈ જશો…

આ પોલીઓના ટીપા માટે કેટલીક ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે, તેમાં ન આવીને તમારું બાળક પોલિયોનો શિકાર ન બને તે માટે અને પોલીયો સામે રક્ષણ આપવા માટે પોલિયોના ટીપા પીવડાવ્યા ખૂબ જરૂરી છે. સરકાર આના પાછળ કરોડો રૂપિયાના ખર્ચા કરે છે માત્ર અને માત્ર દરેક બાળકને પોલિયો મુક્ત કરીને સમગ્ર ભારતને પોલિયો મુક્ત કરવાનું સરકારનું મિશન છે. તેમાં આપણે તમામ લોકોએ સહયોગ આપવો એ આખરે તો આપણા હિતમાં છે.

જો રખે ચૂકી ન જાતા “દો બુંદ જિંદગી કે” આપના લાડકાને પાવાામાં

આ સમાચારને શેર કરો