રાજકોટઃ ક્રિષ્ના વોટરપાર્કમાં પોલીસની દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી..!

રાજકોટઃ રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસ કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. નિવૃત એસઓજીના અધિકારીએ ક્રિષ્ના વોટર પાર્કમાં બર્થડેપાર્ટી આપવામાં આવતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે રાજકોટ એસીપી સહિતનો કાફલો વોટર પાર્ક ઉપર દરોડો પાડ્યો હતો. જેમાં 45 જેટલા પોલીસ કર્મચારીઓ દારૂની મહેફિલ માણી રહી હતી. પોલીસે આશરે 45 જેટલા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી હાથધરી છે.

મળેલ માહિતી મુજબ રાજકોટના નિવૃત એસઓજી અધિકારીએ પોતાના જન્મદિવસ હતો. જેના પગલે આ અધિકારીએ રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા ક્રિષ્ના વોટર વાર્કમાં પાર્ટી આપી હતી હોવાનું માનવામાં આવે છે. આ પાર્ટીમાં પીએસઆઇ, પીઆઇ, ડીવાયએસપી સહિતના 45થી વધુ પોલીસ કર્મચારીઓને સામેલ થયા હતા. જોકે, આ પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળી હોવાથી રાજકોટ ACP એસ.આર. ટંડેલ અને અન્ય અધિકારીઓએ મોટા કાફલા સાથે દરોડા પાડ્યા હતા.

પોલીસે દરોડા પાડતા 45 જેટલા પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હોવાની વાત બહાર આવી છે. પોલીસની રેડ બાદ ક્રિષ્ના વોટર પાર્કના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. અને મીડિયાને અંદર જવાની મનાઇ ફરવામાં આવી છે. પોલીસે આ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસે હજી સુધી પકડાયેલા પોલીસ કર્મચારીઓના નામ બહાર પાડ્યા નથી. એસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા પોલીસની પાર્ટી ઉપર જ રેડ પાડવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. વધુ મળતી માહિતી પ્રમાણે ક્રિષ્ના વોટર પાર્કના પાછળના ભાગેથી પોલીસ કર્મીઓ ભાગ્યા હોવાની પણ વાત બહાર આવી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો