વાંકાનેર: ગતરાત્રે નેશનલ હાઇવે પર બોલેરો પલટી ગઈ, 2ને ઈજા

વાંકાનેર ગતરાત્રે ૯ થી ૧૦ વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે પર એક બોલેરો પલટી ગઈ હતી.

મળતી માહિતી મુજબ ગત રાત્રીના નવ દસ વાગ્યાની આસપાસ એક બોલેરો નેશનલ હાઈવે પર રેલવે બ્રિજ પાસે ડીવાયડર સાથે અથડાયને પલટી ગઈ હતી. બોલેરોમાં રહેલા બે વ્યક્તિને ઈજા થઈ હતી.

આ ઘટના ઘટતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને કોઈ 108 અને નેશનલ હાઈવે જાણ કરતા નેશનલ હાઈવેની એમ્બ્યુલન્સ અને 108 આવી પહોંચતા, ઘાયલોને વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો