Placeholder canvas

રાજકોટ: હિરાસર એરપોર્ટમાં પ્લેન હાઇજેક; મુસાફરોનાં શ્વાસ અધ્ધર

રાજકોટ: હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ આજે સૌ પ્રથમવાર પ્લેન હાઇજેક થતાં મુસાફરોના શ્ર્વાસ અધ્ધર થઇ ગયા હતા. સાથે સુરક્ષા એજન્સી સર્તક થતા એરપોર્ટમાં દોડધામ મચી હતી. એરપોર્ટના પ્રવેશદ્વાર પર કડક પહેરો ગોઠવાયો હતો. પ્લેનમાં સવાર ત્રણ હાઇજેક્રોએ પ્લેન હાઇજેક કર્યાની પાયલોટ મારફત કંટ્રોલરૂમને જાણ કરતાં સુરક્ષા જવાનોએ પ્લેનને ઘેરી લીધું હતું. સાથોસાથ ફાયર સહિતના તમામ વિભાગો એલર્ટ મોડમાં આવી ગયા હતા.

આજે બપોરે હિરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એક વિમાન હાઇજેક થતા મુસાફરોના શ્વાસ અધ્ધર ચડ્યા હતા. બીજી તરફ સુરક્ષા વિભાગને જાણ થતાં વિમાનને ઘેરી લેવાયું હતું. પ્લેન હાઇજેક કરનાર ત્રણ હાઇજકરોએ તેમના સાથીને મુક્ત કરવાની માંગણી કરી હતી. આખરે સુરક્ષા જવાનોએ હિંમતભેર ત્રણેય હાઇજેકરોનો સામનો કરી શરણે થવા ફરજ પાડતા ત્રણેય હાઇજેકરો શરણે આવ્યા હતાં.

જેની અટકાયત કરી મુસાફરોને ભયમુક્ત થવા જણાવ્યું હતું. આખરે મોકડ્રીલ હોવાની જાહેરાત કરતા એરપોર્ટના તમામ વિભાગોએ હાશકારો અનુભવ્યો હતો. ખરેખર એરપોર્ટમાં પ્લેન હાઇજેક થયા તો શું કરવું? કેવી પરિસ્થિતિ સર્જાય? કેવા પ્રકારના પગલા લેવાય? તે વિશેના અભ્યાસ માટે મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલ વિમાનના બદલે બસ મુકી બસને જ પ્લેન બનાવી હાઇજેક થયા અંગેની મોકડ્રીલ યોજાઇ હતી.

આ સમાચારને શેર કરો