Placeholder canvas

વાંકાનેર તાલુકાના પીપરડી ગામે સગાઈની લાલચ આપી દાગીના અને રોકડા લઈને છુમંતર.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપરડી ગામે રહેતા મોમીન પરિવાર સાથે ભેજાબાજ ગઠિયાએ પોતાની ભાણેજની સગાઈ સાળા સાથે કરાવી દેવાનું કહી રોકડા રૂપિયા તેમજ દાગીના નમૂના માટે લઈ જાવ છું કહી નવ તોલા સોનાના દાગીના લઈ જઈ વિશ્વાસઘાત કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આ વિચિત્ર છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકનેર તાલુકાના પીપરડી ગામે રહેતા અને ખેતીકામ કરતા ગફારભાઇ આહમદભાઇ ચારોલીયાએ વાંકાનેર મિલ પ્લોટમાં રહેતા આરોપી તમાચીભાઇ હાજીભાઇ વીકીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે, આરોપી તમાચીભાઇ હાજીભાઇ વીકીયા તેમની પાસે આવ્યો હતો અને ગફારભાઈના ખેરવા ગામે રહેતા સાળાની તેમની ભાણેજ નુરજાની સગાઈ કરાવી દેવાનું કહી રોકડા રૂપિયા 75 હજાર ઉપરાંત તેમની ગેરહાજરીમાં ઘેર આવી સોનાના દાગીના કરવા હોય ફરિયાદીના પત્ની પાસેથી (1) એક સોનાનો હાર (2) એક સોનાનો દોરો તથા (3) કાનમાં પહેરવાના ઇયરીંગની સોનાની એક જોડી તથા (4) કાનમાં પહેરવાની તુટેલી સોનાની કડી એક તથા (5) કાનમાં પહેરવાની સોનાની બુટી એક જોડી એમ આશરે 9 તોલા જેટલા સોનાના દાગીના લઇ ગયો હતો જે આજદિન સુધી પરત આપ્યા નથી. આ ઉપરાંત પોતાની ભાણેજની સગાઇ કરાવવા વચન વીશ્વાસ આપી રોકડા રૂ.75,000તથા (1) એક સોનાનો નાકનો દાણો 140 મીલીગ્રામનો તથા (2) ચાંદીની પગની ઝાંઝરી 50 ગ્રામ તથા (3) માથે ઓઢવાની ચુંદડી તથા (4) એક જોડી કપડા લઇ જઇ તેમની ભાણેજની સગાઇ બીજી જગ્યાએ કરાવી દઈ છેતરપિંડી કરતા આરોપી તમાચીભાઇ હાજીભાઇ વીકીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો