Placeholder canvas

વાંકાનેર સીટીમાંથી 3 અને દલડીમાંથી 2 જુગાર રમતા પકડાય

વાંકનેર : વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે અલગ અલગ બે જગ્યાએ જુગાર દરોડામાં સીટી રેલવે સ્ટેશન અને દલડી રેલવે સ્ટેશન નજીકથી પાંચ આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

વાંકાનેર સીટી પોલીસ ટીમે સીટી સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા હુશેનભાઇ રાયબભાઇ કટીયા, જુમાભાઇ સલેમાનભાઇ રફાઇ અને સલીમભાઇ દાઉદભાઇ વડગામાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,240 કબ્જે કર્યા હતા.

જયારે વાંકાનેર તાલુકા પોલીસે દલડી ગામે રેલ્વે સ્ટેશન સામે રોડ ઉપર આવતા સટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા જયેશભાઇ રઘુભાઇ ચૌહાણ અને મહેબુબભાઇ રસુલભાઇ ખોરજીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7,650 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો