Placeholder canvas

ટંકારા:ખીજડીયા તાલુકા શાળામાં વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગે જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ટંકારા તાલુકામાં આવેલી શ્રી નાના ખીજડીયા તાલુકા શાળામાં વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગે જાગૃતિ અર્થે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યૂ હતું.

આ ચિત્ર સ્પ્રધામાં ધોરણ ૬ થી ૮ ના શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ, અને તમાકુ ના વ્યસનનો સંદેશો પાઠવતા વિવિધ ચિત્રો દોર્યા હતા, સ્પર્ધામાં પ્રથમ નંબર બરબસીયા પૂજા, દ્રિતીય નંબર ચૌહાણ રવિના અને તૃતીય નંબર ઉડમણા રોહાનએ મેળવ્યો હતો,જેમને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ના સોશ્યલ વર્કર તેહાન એમ શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રહેવા તથા પોતાના પરિવારને વ્યસનમુક્ત રાખવા અંગે માહિતગાર કરી વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો અને વ્યસન મુક્તિના ફાયદા અંગે માહિતી આપેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફગણ દ્વારા જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો