પંજાબમાં ‘આમ આદમી પાર્ટી’ની ભવ્ય જીતની ઉજવણી કરતું વાંકાનેર ‘આપ’

આજ રોજઆમ આદમી પાર્ટીની પંજાબમાં ભવ્ય જીત મેળવી એ ખુશીમાં “પંજાબ વિજય દિવસ” તરીકે વાંકાનેર શહેર તથા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર ખાતે વાંકાનેર હાઇવે, ગ્રીન ચોક તથા પુલ દરવાજા ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ ખુશીના અવસરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઢોલ વગાડી, ફટાકડા ફોડી તથા મીઠાઈ વિતરણ કરી ને ઉજવણી કરવામાં આવી.

આમ આદમી પાર્ટીએ પંજાબમાં 117 સીટ માંથી 92 સીટ માં ભવ્ય વિજય મેળવી અને પંજાબમાં ઇતિહાસ સર્જેલ છે અને પંજાબની પ્રજાએ સ્વાસ્થ્ય શિક્ષણ અને સસ્તી વીજળી, ઈમાનદાર રાજનીતિ ને સ્વીકારીને ભ્રષ્ટાચાર,ડ્રગ માફિયા ,શિક્ષણ ની લૂંટ ને જાકારો આપ્યો.
આ આયોજન માં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ઉપ પ્રમુખ તોફિક અમરેલીયા , જિલ્લા મંત્રી અર્જુનસિંહ વાળા,વાંકાનેર તાલુકા પ્રમુખ ઉસમાનગની બાદી,વાંકાનેર તાલુકા યુવા પ્રમુખ મુન્નાભાઈ મીર ,એસ સી એસ ટી પ્રમુખ દિલીપભાઈ ચાવડા, વાંકાનેર તાલુકા ઉપ પ્રમુખ રફીક ભાઈ બાદી તાલુકા મંત્રી મહેબૂબ ભાઈ તથા આરીફભાઈ બ્લોચ તથા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ હાજર રહેલ.
