Placeholder canvas

મોરબી: રેમડેસીવીર ઇન્જેક્શન ટળવળતા દર્દીઓના સગાઓના કલેક્ટર બંગલા સામે ધરણા

વી.સી. હાઇસ્કૂલ ખાતેનું સેન્ટર બંધ કરાતા રોષે ભરાયેલા લોકો કલેક્ટર બંગલે દોડી ગયા

મોરબી : મોરબીમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા રોષે ભરાયેલા દર્દીઓના સગા કલેક્ટર બંગલે દોડી ગયા હતા. જ્યાં તેઓએ ધરણા શરૂ કર્યા હતા. તેઓએ જ્યાં સુધી ઇન્જેક્શન નહિ મળે ત્યાં સુધી નહી હટવાનું જણાવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં છે. સામે રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઓછો ફાળવવામાં આવતો હોય તંત્ર દ્વારા હોમ આઇસોલેટ દર્દીઓને આજથી રેમડેસીવીર ઇન્જેક્શન ન વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત આજથી વી.સી. હાઇસ્કૂલ ખાતેનું સેન્ટર પણ બંધ કરવામાં આવ્યું છે.

જેને પગલે આજ વહેલી સવારથી વી.સી. હાઇસ્કૂલ ખાતે લાઈનમાં રહેલાં દર્દીઓના સગાઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ તમામ લોકો કલેક્ટર બંગલે દોડી ગયા હતા. જ્યાં હોબાળો મચાવીને તેઓએ ઘરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી રેમડેસીવીર ઇન્જેક્શન ન મળે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહિ તેવું લોકોએ જણાવ્યું હતું. આ બનાવને પગલે કલેક્ટર બંગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો