Placeholder canvas

મોરબી કલેકટરનું જાહેરનામું: સુપર સ્પ્રેડર્સે RTPCRનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે

10 દિવસથી વધુ જૂનો ન હોય તેવો રિપોર્ટ ચાલશે : વેકસીનનો ડોઝ લેનારને મુક્તિ

મોરબી : મોરબી જિલ્લામાં સુપર સ્પ્રેડર્સ થકી કોરોના વકરે નહી તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુપર સ્પ્રેડર્સે આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવ્યા મુજબ મકરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા નગરપાલિકા વિસ્તારમાં તેમજ રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, અમરેલી, શક્ત શનાળા, જબલપુર ગામોના મહેસુલી વિસ્તારમાં સુપર સ્પ્રેડર્સે કોવિડ રિપોર્ટ નેગેટિવ હોવા બાબતનો આરટીપીસીઆર રિપોર્ટ 10 દિવસથી વધુ સમયનો ન હોય તેવો ધંધા સ્થળે ફરજીયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે. જે વ્યક્તિએ વેકસીનનો ડોઝ લીધો હશે તેને રિપોર્ટ રાખવાની જરૂર નથી. તે વ્યક્તિએ ડોઝ લીધાનું પ્રમાણપત્ર જરુર પડ્યે બતાવવાનું રહેશે. આ જાહેરનામું 10મે સુધી અમલમાં રહેશે.

કોને રિપોર્ટ સાથે રાખવો પડશે ?
-શાકભાજીના છૂટક/ જથ્થાબંધ વેપારી
-હોટેલ/ રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ
-ખાણી પીણીના લારી ગલ્લાવાળા
-રીક્ષા/ ટેક્ષી- કેબવાળા/ ભાડે ફરતા વાહનોના ડ્રાઇવર, ક્લીનર
-પાનના ગલ્લાવાળા/ ચાની કીટલી/ દુકાન
-હેર સલૂન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા ઈસમો
-ખાનગી સિક્યુરિટી એજન્સીના ગાર્ડસ તથા સ્ટાફ
-સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે સુથાર, લુહાર,
-ઇલેક્ટ્રીશિયન, પ્લંબર, ટેકનીશિયનો વગેરે
-શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષના વેચાણ વિતરણ કરતા ઈસમો

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો