Placeholder canvas

જામનગરમાં કરોડો રૂપિયાની વીજચોરી પકડાયતા 3 કર્મચારીની બદલી…

જામનગરમાં સ્થાનિક વીજતંત્રને અંધારામાં રાખી વીજીલન્સ વિભાગે કરોડોની વીજચોરી પકડી પાડતા પીજીવીસીએલના એમડી જામનગર દોડી આવ્યા હતાં. તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે મીટીંગ કરી વીજ ખાધ ઘટાડવા બીલના બાકી નાણાંની ઝડપી વસૂલાત કરવા સૂચના આપી ત્રણ મીટર રીડરની તાકીદે બદલી કરી હતી.

પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર વરૂણકુમાર બરનવાલ શુક્રવારે જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેમણે પીજીવીસીએલના તમામ કાર્યપાલક ઈજનેર, પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરો સાથે બેઠક કરી હતી. જેમાં તેણે વીજ ખાધ ઘટાડવા, વીજબિલના બાકી નાણાંની વસુલાતની કામગીરીને વેગવંતી બનાવવા તથા વિવિધ ગ્રાહક લક્ષી સેવાઓમાં સુધારો કરવા સૂચના આપી હતી.

આગામી વર્ષમાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના રીવેમ્પ ડીસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમના સફળતાપૂર્વક અમલીકરણ માટે ચર્ચા કરી હતી. ઉપરાંત ખામી ગ્રસ્ત મીટર રીડિંગ બાબતે ત્રણ મીટર રીડરોની તાત્કાલિક બદલી કરી હતી. આગામી દિવસોમાં દરેક પેટા વિભાગીય કચેરીની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે અને તે પૈકી નબળી કામગીરી વાળા કર્મચારી અને અધિકારીઓ સામે આકરા પગલા લેવાશે તેમ જણાવ્યું હતું. એમડીના આકસ્મિત આગમના પગલે સ્થાનિક અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

આ સમાચારને શેર કરો