Placeholder canvas

મોંઘા પેટ્રોલ-ડીઝલ સામે કોંગ્રેસ મેદાને: કાલે આંદોલન

રાજકોટ:કોરોના લોકડાઉન ખુલ્યા બાદ પેટ્રોલ-ડીઝલમાં સતત દસ દિવસથી વધતા ભાવ વચ્ચે હવે ગુજરાત સરકારે વેટરૂપે વધારાનો બે રૂપિયાનો બોજ ઝીંકતા કોંગ્રેસ મેદાને પડી છે. આવતીકાલે રાજયવ્યાપી ધરણા-દેખાવો યોજવાનું એલાન આપવામાં આવ્યું છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમીત ચાવડાએ ભાજપ સરકારની નીતિ પ્રજાવિરોધી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપના રાજમાં પેટ્રોલ 75 રૂપિયે વેચાય રહ્યું છે. કોંગ્રેસ શાસન વખતે વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ 100 ડોલરથી પણ ઉંચા હતા છતાં સરકારે કયારેય ભાવ રૂા.70થી વધવા દીધો ન હતો. અત્યારે ક્રુડ સાવ સસ્તુ હોવા છતાં લોકોને ધરખમ ઉંચા ભાવ કેમ ચુકવવા પડે છે? બેફામ એકસાઈઝ ખંખેરીને પ્રજાને મોંઘાભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

કોરોના મહામારીના આર્થિક સંકટને કારણે લોકો આમેય નાણાંકીય ખેંચ ભોગવી રહ્યા છે. ભાજપ લોકોને રાહત આપવાના બદલે નવો બોજ વધારી રહી છે. સરકારની તિજોરી ભરી રહી છે. આડેધડ અને બીનજરૂરી ખર્ચના કોઈ હિસાબો પણ આપતી નથી.

અમિત ચાવડાએ જાહેર કર્યુ હતું કે, પ્રજાવિરોધી નીતિ સામે આવતીકાલે કોંગ્રેસ રાજયવ્યાપી આંદોલન કરશે. રાજયભરના તમામ શહેર-જીલ્લામાં ધરણા-દેખાવો યોજવામાં આવશે.

આ સમાચારને શેર કરો