અમુલ ‘દૂધ’ની બોલેરોમાં ‘દારૂ’ની હેરફેરનું કૌભાંડ પકડાયુ

રાજકોટ: અમુલ દૂધના બોલેરો વાનમાં વિદેશી દારૂની હેરાફેરીનુ કૌભાંડ સામે આવ્યુ છે. ગોંડલના વાસાવડ ચોકડી પાસેથી રાજકોટ રૂરલ એલસીબીએ બાતમીના આધારે એક બોલેરો વાનને અટકાવી તલાસી લેતા રાજકોટ ડેરી’ના પ્લાસ્ટીકના દૂધ રાખવાની વસ્તુની પાછળ રૂા.3,26,600ની કિંમતનો 1092 દારૂની બોટલ તેમજ રૂા.6 લાખની બોલેરો કબ્જે કર્યો હતો. ચાલકની પૂછપરછ કરતા પોતે રાજકોટના જંગલેશ્વરની પાસે અંકુર સોસાયટીમાં રહેતો હોવાનુ જણાવ્યુ હતુ અને તેની સાથેનો શખ્સ પલાયન થયો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ એચ.જી.પલાચાર્યની રાહબરીમાં એએસઆઈ પી.આર.બાલાસરા, ઉપેન્દ્રસિંહ, રવિદેવભાઈ બારડ અને રહીમભાઈ દલ સહિતનો સ્ટાફ ગોંડલના વાસાવડ ગામની ચોકડી પાસે બંદોબસ્ત અને વાહન ચેકીંગમાં હતો ત્યારે બાતમીના આધારે અમુલ દૂધની બોલેરો વાનને અટકાવી હતી.

જેમા ચાલકની પૂછપરછ કરતા પોતે જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતો ઈલ્યાસ હુશેનભાઈ કેડોની હોવાનુ જણાવ્યુ હતુ જયારે અન્ય ભાગી ગયેલા શખ્સનુ નામ વિજય રવુભાઈ બોરીચા (રહે.રાયપર, ગઢડા) હોવાનુ માલુમ પડયુ હતુ.

ઈલ્યાસની બોલેરો વાનમાં તલાસી કરતા તેમાંથી રૂા.3.27,600ની 1092 દારૂની બોટલ, અમુલ દૂધની બોલેરો વાન રૂા.6 લાખ અને એક મોબાઈલ સહિત રૂા.9,28,100નો મુદામાલ કબ્જે કર્યો હતો અને દારૂ ચોટીલાના રાજુએ આપ્યો હતો તેમજ વેચાણ અર્થે દારૂ વિજયના ગામે લઈ જવાતો હોવાની કબુલાત આપી હતી. આ અંગે રાજકોટ રૂરલ એલસીબીએ વધુ તપાસ આદરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો