skip to content

રાજકોટમાં વધુ 11 શંકાસ્પદ કેસ: 6 ખાનગી તથા 5 સરકારી હોસ્પીટલમાં; 37 લોકો કવોરન્ટાઈન સેન્ટરમાં

રાજકોટમાં કોરોનાના પાંચ પોઝીટીવ કેસ નોંધાયા પછી આરોગ્ય વિભાગ વધુ એલર્ટ બન્યુ છે. આજે વધુ 11 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા. જેમાં ગઈકાલે કોરોનાગ્રસ્ત જાહેર થયેલા યુવકના નજીકથી સંપર્કમાં આવેલા ત્રણ લોકોનો પણ સમાવેશ થાય છે.

રાજકોટ જીલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું છે કે રાજકોટમાં પાંચ કોરોના પોઝીટીવ કેસ છે. આજે વધુ 11 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે તેમાં રિપાર્ટ સાંજ સુધીમાં આપવાની શકયતા છે. 11માંથી 9 શંકાસ્પદ દર્દી રાજકાટના છે. એક ગ્રામ્ય ક્ષેત્રના તથા એક મોરબી જીલ્લાના છે.

સૂત્રોએ કહ્યું કે ગઈકાલે કોરોનાગ્રસ્ત જાહેર થયેલા રોયલ પાર્કના યુવકના નજીકના સંપર્કમાં આવેલા ત્રણ લોકોના પણ સેમ્પલ લેવાયા હતા તેમાં તેની પત્નીનો પણ સમાવેશ થાય છે. 11 શંકાસ્પદમાંથી 6 ખાનગી હોસ્પીટલોમાં દાખલ થયા છે જયારે પાંચ લોકો સરકારી હોસ્પીટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ થયા છે. જંગલેશ્વરના એક બાળકના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે.

સૂત્રોના કહેવા પ્રમાણે કવોરન્ટાઈન સેન્ટરમાં હાલ કુલ 37 લોકો છે તેમાં કોરોનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલા લોકોનો પણ સમાવેશ થાય છે. તેઓમાં કોઈ લક્ષણો દેખાય છે કે કેમ તેના પર આરોગ્ય વિભાગનો સ્ટાફ સતત નજર રાખી રહ્યો છે. શંકાસ્પદ લક્ષણો માલુમ પડવાના સંજોગોમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડીને સેમ્પલ લેવામાં આવે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો