Placeholder canvas

માળીયા: ન્યુ નવલખી વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો

મોરબી : મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણ યોજાઈ રહી છે ત્યારે માળીયાના ન્યુ નવલખી વિસ્તારના લોકોએ મતદાનનો બેહિષ્કાર કર્યો છે.ગ્રામ પંચાયતમાં આ વિસ્તારનો સમાવેશ કર્યો ન હોય અને પાણી પ્રશ્ને સ્થાનિક લોકોએ પેટા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. આથી તંત્ર અને રાજકીય પક્ષોએ સ્થાનિક લોકોને મતદાન કરવા માટે મનાવવાના પ્રયાસો આદર્યા છે.

મોરબી અને માળીયા વિધાનસભા બેઠકની આજે પેટા ચૂંટણીમાં માળીયા તાલુકાના ન્યુ નવલખી વિસ્તારના લોકોએ મતદાન કરવાનો બહિષ્કાર કરી દીધો છે. આ અંગે રિટનીગ ઓફિસર ઝાલાને જાણ થતાં તેમણે માળીયા મામલતદાર ડી.સી.પરમારને જાણ કરીને યોગ્ય તપાસ કરવાની સૂચના આપી હતી. આથી માળીયા મામલતદારે ટીડીઓને માળીયાના ન્યુ નવલખી વિસ્તારમાં મોકલ્યા છે. આ બાબતે માળીયાના મામલતદારે જણાવ્યું હતું કે, ન્યુ નવલખી વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા અને આ વિસ્તાર ગ્રામ પંચાયતમાં સમાવેશ ન કરતા એટલે સ્થાનિક લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.

આથી સમગ્ર તંત્ર અને રાજકીય પક્ષો એ વિસ્તારના લોકોને મતદાન કરવા માટે મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. ન્યુ નવલખી વિસ્તારમાં ટીડીઓ સહિતની ટિમ પહોંચીને સ્થાનિક લોકોને મનાવવાના પ્રયાસો કરી રહી છે. આ વિસ્તારમાં આશરે 400 થી વધુ મતદારો છે. આ લોકોએ મતદાનનો બહિષ્કાર કરતા તંત્ર અને રાજકીય પક્ષોમાં દોડધામ થઈ પડી છે

આ સમાચારને શેર કરો