વિધાનસભાની પેટા ચૂંટણીમાં મોરબી બેઠકનું 52.33 ટકા મતદાન થયું

કુલ 2.71 લાખ મતદારોમાંથી 1.42 મતદારોએ મતદાન કર્યું, જેમાં 80181 પુરુષ અને 61848 મહિલાઓએ મતદાન કરતા 52.33 ટકા મતદાન થયું

મોરબી : લોકતંત્રના મહાપર્વ એવી ચૂંટણીના મતદાનની પ્રક્રિયા પુરી થતા આંકડાઓ સામે આવ્યા છે. ટકાવારી પ્રમાણે જોતા 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં મોરબી-માળીયા બેઠક 52.33 ટકા મતદાન સાથે છઠ્ઠા સ્થાને રહી છે. અહીં 80181 પુરુષ અને 61848 મહિલાઓ મળી કુલ 1.42 લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

રાજ્યની 8 વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં દિવસ દરમ્યાન મતદારોની શરૂઆતની નિરસતા એક તબક્કે જોવા મળી હતી. જો કે બપોરે મતદાન વધ્યું હતું. આમ છતાં 1995 પછી મોરબીમાં સૌથી ઓછું મતદાન થયું છે.

આ સમાચારને શેર કરો