Placeholder canvas

વાંકાનેર: પીરઝાદાએ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી વાંકાનેર અને કુવાડવા સરકારી હોસ્પિટલમાં 20-20 લાખ ફાળવ્યા

વાંકાનેર અને કુવાડવા સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે બન્ને હોસ્પિટલમાં 20 લાખની આપવામાં આવશે.

વાંકાનેર: હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં ગંભીર પરિસ્થિતિ જોતા વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદાએ પોતાની 2020-21ની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં 20 લાખ રૂપિયા અને કુવાડવા રેફરલ હોસ્પિટલ માટે ૨૦ લાખ રૂપિયા ફાળવવા માટે મોરબી જિલ્લા આયોજન અધિકારી ને પત્ર લખ્યો છે.

વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવીદ પીરઝાદાએ પોતાની 2020-21ની ગ્રાન્ટમાંથી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે ૨૦ લાખની ફાળવણી તેમજ કુવાડવા (તા. અને જી. રાજકોટ) ની રેફરલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે ૨૦ લાખની ફાળવવા માટેની જરૂરી કાર્યવાહી કરવાની ભલામણ કરતો પત્ર મોરબી જિલ્લા આયોજન અધિકારીને તારીખ 3/5/2021ના રોજ લખ્યો છે.

વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવીદ પીરઝાદાએ વાંકાનેર અને કુવાડવાની સરકારી હોસ્પિટલમાં વીંટીલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે 20-20 લાખ કુલ 40 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને લોકોને પડતી મુશ્કેલીમાં આ મેડિકલ સાધનો ખૂબ ઉપયોગી નીવડશે. ત્યારે જરૂરી એ છે કે તંત્ર જરૂરી વહીવટી કાર્યવાહી ઝડપથી કરે જેથી આ બંને હોસ્પિટલમાં આ સાધનો ઝડપથી મળી જાય અને જેનો લાભ જરૂરત મંદ દર્દીઓ ને મળે…

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો