વાંકાનેર: પાજ ગામ ખેડૂતોની 80 વિધા થી વધુ જમીનનું ધોવાણ…
આજે આમ આદમી પાર્ટી દ્વારા આ બાબતે પ્રાંત અધિકારીને આવેદન આપ્યુ.
વાંકાનેર: આજે આમ આદમી પાર્ટી અને પાજ ગામના ગ્રામજનો દ્વારા પાજ ગામ અને રસિકગઢ ગામ પાસે મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમના કારણે બાજુમાંની જમીનનું ધોવાણ થતા પાજ ગામના ખેડૂતોની 80 વીઘા થી વધારે જમીનનું ધોવાણ થયેલ તે બાબતનું પ્રાંત અધિકારને આવેદન આપ્યું હતું.
આ ચેકડેમ પાસે ગયા વર્ષે ધોવાણ થયેલ જગ્યામાં વધુ ધોવાણ ના થાય એ માટે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી. આ પ્રોટેકશન વોલ ના કારણે ધોવાણ અટકવાને બદલે વધુ થયું હતું અને ગ્રામજનોની પીડામાં વધારો થયો છે.
આમ આદમી પાર્ટી વાંકાનેરના કાર્યકર્તાઓએ પ્રાંત અધિકારીને આવેદન આપી અને પાજ ગામના ગ્રામજનોની સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે અને તાત્કાલિક તે જગ્યાનું સર્વ કરવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી.