ગુજરાતમાં ભ્રષ્ટાચારના વરસાદથી વિકાસ લપસી પડ્યો: પ્રજા પરેશાન

ગુજરાતના બહુ ગાજેલા વિકાસની પોલ વરસાદે ખોલી નાંખી છે, સતત આંકડાઓની માયાજાળ રચતી ગુજરાતની સરકાર અને તેના વિકાસનો વરસાદી ખાડા વાળો ચહેરો છતો થઈ ગયો છે. ગુજરાતમાં વરસાદે સરકારના વિકાસગીતની પોલ ખોલી નાંખી છે. ક્યાંક ખાડા તો ક્યાંક કોઝવે અને પુલ તુટવાના બનાવો બન્યા છે. રાજ્યમાં 400 કરોડના રોડ ધોવાયા છે.

જો કે દર ચોમાસામાં આ પ્રકારની રોડ રસ્તા ધોવાઇ જવાની આ કોઈ નવી વાત નથી. લોકમુખે ચર્ચાઈ રહેલો મુખ્ય પ્રશ્ન એ છે કે મેઘરાજા ઉપર તો માનવનો કંટ્રોલ ન થઈ શકે પરંતુ રોડ રસ્તાની ક્વોલીટી ઉપર તો થઈ શકે જ ને. શા માટે તંત્ર દર વખતે એવા જ રોડ રસ્તા બનાવે છે જે દર વરસાદમાં ધોવાઇ જાય. ભ્રષ્ટાચારી અધિકારીઓ અને નેતાઓના કુકર્મોની સજા નિર્દોષ પ્રજાએ શું પોતાના જીવ આપીને ભોગવવાની? આ કેવો ન્યાય છે?

આ પૂર્વે પણ વરસાદ ખૂબ પડતા હતા જ પણ રસ્તાઓનું આટલી હદે ધોવાણ કયારેક થયું હોય એવું યાદ નથી. છેલ્લા એક-દોઢ દાયકામાં રસ્તાની કોલીટી એટલી હદે નબળી થઈ ગઈ છે કે સામાન્ય વરસાદમાં પણ રોડ ધોવાઇ જાય છે. જો આને જ મોડેલ કહેવાતું હોય તો ગુજરાતની જનતા આવું મોડલ નથી ઇચ્છતી. સંતાનો નશો એટલો બધો સારો નહી કે છેલ્લા બે-અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપ સત્તા સ્થાને છે એની બીજી રીતે કહીએ તો સત્તાના નશામાં ચકનાચૂર બનેલી કોંગ્રેસને ગુજરાતની જનતાએ છેલ્લા બે-અઢી દાયકાથી સત્તાની બહાર ધકેલે મૂકે છે. આવું પરિવર્તન ગમે ત્યારે અને ગમે તેના માટે થઈ શકે એટલું સમજે તો ઘણું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો