વાંકાનેર: પંચાસરમાં તીથવા પી.એચ.સી. દ્વારા રાત્રી સભા યોજાઇ

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ અને તિથવા પી.એચ.સી. દ્વારા પંચાસર ગામમા રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાહક જન્ય રોગ ન ફેલાય તે માટે તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પંચાસર ગામ માં ડેન્ગ્યુ રોગ વિશે માહિતી આપવા માટે એક રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને ડેન્ગ્યુ મેલેરીયા ના અટકાયત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડેન્ગ્યુ અને મેલેરિયા વિશે પ્રોજેક્ટરના માધ્યમથી વિડીઓ બતાવી અને ગામના લોકો સમજી શકે તેમ સામાન્ય ભાષાનો ઉપયોગ કરીને ડેન્ગ્યુ વિશે વિગતવાર સમજાવવામાં આવેલ હતું. જેમાં લાઈવ ડેન્ગ્યુ મચ્છરના ઇંડા-લાર્વા-પ્યુપા અને પ્યુપામાંથી બની ગયેલા મચ્છર પણ બતાવવામાં આવ્યા હતા અને લોકોને પુરતો સહયોગ આપવા માટે અપીલ કરેલ હતી.

આ કાર્યક્રમનું સંચાલન પંચાસર ગામના એમ.પી.એચ.ડબલ્યુ એસ.એ. શેરસીયાએ કર્યું હતું. આ રાત્રી સભામાં બોહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપીને અત્યારે હાહાકાર મચાવતા ડેન્ગ્યુના અટકાયતી વિશેનું માર્ગદર્શન મેળવ્યું હતું.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
