Placeholder canvas

વાંકાનેર: જાલીડા ગામના મહિલા તલાટીની દાદાગીરીનો વીડિયો વાયરલ

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રોડના કામમાં કથિત રીતે ભ્રષ્ટાચાર થયો હોવાના મુદ્દે પંચાયતના સભ્યો તેના વિશે રજૂઆત કરવા માટે ગામનિ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. રજૂઆત કરવા આવેલા સભ્યો તલાટીને પ્રશ્ન પૂછી રહ્યા હોવાનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોવા મળ્યું કે મહિલા તલાટીએ સદસ્યો સાથે ગેરવર્તૂણ કરી અને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા. જનપ્રતિનિઘીઓને જવાબ આપવાના બદલે દાદાગીરી કરતો મહિલા તલાટીનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ મામલે જાલીડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5 સભ્ય વીસાભાઈ લોહે વાંકાનેર પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ મહિલા તલાટી સામે અરજી પણ આપી છે. અરજીમાં ફરિયાદ કરવામાં આવી છે કે ‘ જાલીડા ગામના તલાટી કમ મંત્રી ચૌહાણ બેન અમે અવારનવાર વર્ક ઓર્ડર માટે મળવા જતા હતા પરંતુ તેઓ ધક્કા ખવડાવતા હતા. અમે સરપંચતના ભ્રષ્ટાચાર બાબતે તેમને રજૂઆત કરવા ગયા હતા. ત્યારે તેમણે અમારી સાથે અભદ્ર ભાષામાં વર્તન કરી અને ધક્કા માર્યા હતા’

વીસાભાઈ લોહે પોલીસને આપેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલા તલાટી ચૌહાણે ધમકી આપી હતી કે તને ખોટા કેસમાં ફીટ કરી નાખીશ, તું મારૂં કાઈ જ કરી નહીં લે. મારી વગ મોટી છે, હું કોઈનાથી બીતી નથી. અહીં હું કહું એમ જ થશે.’

આ મામલે જાલીડા ગ્રામ પંચાયતના સદસ્યોએ તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ મથકમાં અરજી આપી અને રાવ નાખી છે. જોકે, મહિલા તલાટીએ આ મામલે કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આપી નથી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો