Placeholder canvas

રાણેકપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની વિશ્વા કુબાવત જવાહર નવોદયની પરીક્ષામાં ઉતીર્ણ

વાંકાનેર : દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઇચ્છતા હોય છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી માં આપવામાં આવે છે.

આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં વાંકાનેર તાલુકાના વાંકિયા 1 સીઆરસીના રાણેકપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુબાવત વિશ્વા નરેન્દ્રભાઈ એ ધો.6 માટેની જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ગામ અને પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે, તે બદલ રાણેકપર શાળા પરિવાર તરફથી વિશ્વાબેનને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ નીચેનો વીડિયો જુવાનું ન ચુકતા….

આ સમાચારને શેર કરો

One thought on “રાણેકપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની વિશ્વા કુબાવત જવાહર નવોદયની પરીક્ષામાં ઉતીર્ણ

Comments are closed.